હવે ફિંગર પ્રિન્ટથી ખુલશે વોટ્સએપ

હવે ફિંગર પ્રિન્ટથી ખુલશે વોટ્સએપ

3,419

હવે ફિંગર પ્રિન્ટથી ખુલશે વોટ્સએપ

ભારતમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી મેસેજિંગ એપ વોટ્સએપ હવે સંપૂર્ણ રીતે પ્રાઇવેટ થવા જઈ રહી છે. એટલે કે હવે કોઈ પણ અન્ય વ્યક્તિ તમારી ઈચ્છા વિના તમારું વોટ્સએપ ઓપન નહીં કરી શકે. વોટ્સએપમાં જલ્દી જ એક નવો ફીચર આવવાનો છે, જેના દ્વારા યુઝર પોતાના વોટ્સએપને ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરીને ઓપન કરી શકશે.

Image By : businesstoday.in

આ ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રોઈડ ઓપરેટીંગ સીસ્ટમ પર બીટા યુઝર્સની વચ્ચે કરવામાં આવી રહ્યું છે. વેબસાઈટ વાબીટાઇફોની રિપોર્ટ મુજબ કંપનીએ આ ફીચર વોટ્સએપ વર્ઝન 2.19.221 એન્ડ્રોઇડ બીટા વર્ઝનના યુઝર્સ માટે ઉપલબ્ધ કર્યું છે. ફિંગરપ્રિંટ લોક ફીચર એન્ડ્રોઇડ માર્શમેલો કે તેનાથી નવા એન્ડ્રોઇડ પર બીટા વર્ઝનના ઉપયોગ કરવાવાળા બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

Image By : androidcentral.com

આઈફોનમાં આ ફીચર “સ્ક્રીન લોક”ના રૂપમાં આપવામાં આવી રહ્યું છે. આ ફીચર આઈઑએસના બીટા યુઝર્સને આ વર્ષે ફેબ્રુઆરીમાં જ આપવામાં આવ્યું હતું. એપલ આઇફોન યુઝર્સ પોતાના ટચ આઇડી કે ફેસ આઇડીથી વોટ્સએપને અનલોક કરી શકે છે. વાબીટાઇફોની રીપોર્ટ અનુસાર એન્ડ્રોઇડ યૂઝર્સ માત્ર ફિંગરપ્રિન્ટ દ્વારા જ વોટ્સએપને અનલોક કરી શકશે.

Image By : indiatoday.in

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઇડ યુઝર્સ એ વોટ્સએપના સેટિંગ સેક્શનમાં જવું પડશે. ત્યારબાદ એકાઉન્ટ સેક્શનમાં જઈને પ્રાઇવેસી પર ટેપ કરવાનું રહેશે. ત્યાં તેમને ફિંગર પ્રિન્ટ લોક નામનું નવું સેકશન જોવા મળશે.

Whatsapp Finger Print Lock Poster

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments