સાયંતાની ઘોષ : જીવનમાં નાની નાની બાબતોમાં ખુશી શોધવાનું અને નાનાં લક્ષ્યો સ્થાપિત કરવાનું મહત્ત્વપૂર્ણ છે

10

“જીવનમાં નાની નાની બાબતોમાં ખુશી શોધવાનું અને નાનાં લક્ષ્યો સ્થાપિત કરવાનું મહત્ત્વપૂર્ણ છે”સોની સબ પર તેરા યાર હૂં મૈની સાયંતાની ઘોષ ઉર્ફે દલજિત બગ્ગા

ટેલિવિઝન કલાકારોએ તેમના દર્શકોનું મનોરંજન કરવા માટે હંમેશાં શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. ઘરે રહો અને સુરક્ષિત રહો મંત્રનું પાલન કરતાં કલાકારો શૂટના તેમને ટાઈમ ઓફફનો ભરપૂર ઉપયોગ કર્યા રહ્યા છે. સાયંતાની ઘોષનો અનુભવ કાંઈક આવો જ છે, જેણે સોની સબ પર હળવાફૂલ શો તેરા યાર હૂં મૈમાં દલજિત બગ્ગા તરીકે ઉત્તમ અભિનય સાથે બધાનાં મન જીતવાનું ચાલુ રાખ્યું છે. હવે તે આ કપરા સમયમાં પોતાને વ્યસ્ત રાખવા માટે સમયનો મહત્તમ સદુપયોગ કરી રહી છે.

આ અભૂતપૂર્વ સમયમાં આશાસ્પદ અભિગમ રાખવા વિશે સાયંતાની ઘોષ કહે છે, “મારે માટે ખુશ રહેવું અને વિચારશીલ રહેવું તે મહત્ત્વપૂર્ણ છે અને આ કપરા સમયમાં તમારું મન યોગ્ય રેખામાં હોવું જરૂરી છે. શૂટમાંથી આ ટાઈમ ઓફફ દરમિયાન હું નિખાલસ રીતે જે કરવા માગું તે દરેકની યાદી બનાવવા અને આ સમયનો ઘરમાં રહીને મહત્તમ સદુપયોગ કરવા માગું છું. હું માનું છું કે જીવનમાં નાની નાની બાબતોમાં ખુશી શોધવાનું અને નાનાં લક્ષ્યો સ્થાપિત કરવાનું મહત્ત્વપૂર્ણ છે. મને ડાન્સિંગ ગમતું હોવાથી હું અમુક વાર સંગીત વગાડું છું અને આશાસ્પદ જોશ સાથે પોતાને ખુશ રાખીને આગળ વધું છું. હું ફોન અને વિડિયો કોલ્સ થકી મારા વહાલાજનો સાથે સંપર્કમાં રહું છું અને અમુક વાર સંગીત સાંભળું છું. ઘરમાં રહીને અને ધ્યાન કરીને મને જીવનની બહેતર બાજુ જોવામાં માર્ગદર્શન મળ્યું છે.

મુંબઈમાં ઉનાળો શરૂ થયો છે ત્યારે સાયંતાની ઘોષ પોતાની સંભાળ રાખવા આ સમયનો ઉપયોગ કરી રહી છે. આ વિશે તે કહે છે, “ઉનાળો બેસી ગયો છે ત્યારે હું પોતાને રિજુવિનેટેડ અને હાઈડ્રેટેડ રાખવા માટે લીંબું પાણી કે બટર મિલ્ક તૈયાર કરું છું અને મારા મીલ્સનો તે મહત્ત્વપૂર્ણ ભાગ બનાવી દીધો છે. હું હવે ઘરે છું ત્યારે અલગ અલગ ડીઆઈવાય ફેસ માસ્ક અજમાવીને મારી સ્કિનને રિજુવિનેટેડ કરવા મદદરૂપ થવા આ સમયનો સદુપયોગ કરું છું. હું પોતાને આરોગ્યવર્ધક રાખવા અને મારી ઈમ્યુનિટી મજબૂત રહે તેની ખાતરી રાખવા પ્રયત્નશીલ છું.”

સાયંતાની અંતમાં કહે છે, “આપણે સૌથી પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છીએ અને આ સમયે આપણું પોતાનું અને આસપાસના દરેકનું ધ્યાન રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. હું બધાને ઘરમાં જ રહેવા અને સુરક્ષિત રહેવા અનુરોધ કરું છું. આપણે બધાએ જવાબદારીથી કામ કરવું જોઈએ અને આ લડાઈને એકત્ર લડવી જોઈએ. મને ખાતરી છે કે અમારા દર્શકો નવા એપિસોડ સાથે ટૂંક સમયમાં જ પાછા આવશે. ત્યાં સુધી પોતાને પ્રેમ કરતા રહો, આરોગ્યવર્ધક રહો અને સુરક્ષિત રહો.”

જોતા રહો સાયંતાની ઘોષને દલજિત બગ્ગા તરીકે, સોની સબ પર તેરા યાર હૂં મૈ, દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાથી.

(આ સમાચાર લાઇફ કેર ટીમે સંપાદિત કર્યા નથી, તે સીધી એજન્સી ફીડથી પ્રકાશિત થાય છે.)

મિત્રો જો તમને આ પોસ્ટ ગમતી હોય, તો કૃપા કરીને નીચે આપેલ લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા પરિવાર, મિત્રો તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લેતા રહો

Comments