લોકતંત્ર કેવું હોવું જોઈએ?

લોકતંત્ર કેવું હોવું જોઈએ...?

5,074
What Should Democracy Be Like 00

લોકતંત્ર કેવું હોવું જોઈએ…?

मन जहां डर से परे है और सिर जहां ऊंचा है;
ज्ञान जहां मुक्त है; और जहां दुनिया को
संकीर्ण घरेलू दीवारों से छोटे छोटे टुकड़ों में बांटा नहीं गया है;
जहां शब्द सच की गहराइयों से निकलते हैं;
जहां थकी हुई प्रयासरत बांहें त्रुटि हीनता की तलाश में हैं;
जहां कारण की स्पष्ठ धारा है जो सुनसान रेतीले मृत आदत के
वीराने में अपना रास्ता नहीं खो चुकी है;
जहां मन हमेशा व्यापक होते विचार और सक्रियता में
तुम्हारे जरिए आगे चलता है और आजादी के स्वर्ग में पहुंच जाता है

“ मेरे देश को जागृत बनाओ ”
– रवीन्द्रनाथ टैगोर

What Should Democracy Be Like 02

What Should Democracy Be Like 03

[ihc-hide-content ihc_mb_type=”show” ihc_mb_who=”2,3″ ihc_mb_template=”1″ ]

આપણે જે કલ્પના કરીએ છીએ, એ કલ્પનાઓ આપણા પૂર્વજો પહેલાથી જ કરીને ગયા છે. તેમ છતાં પણ આપણા હિસાબે લોકતંત્રમાં આવા ગુણ હોવા જોઈએ.

લોકતંત્ર એટલે લોકોનું બનાવેલું તંત્ર. જેનું નિર્માણ લોકો દ્વારા, લોકો માટે થયું હોય. મતલબ કે જેમાં પ્રજાનું યોગ્ય પ્રતિનિધિત્વ હોય. પ્રજાનું જે તંત્ર હોય તે લોકોની જરૂરિયાતોના અનુસાર વ્યવસ્થા માટે હોવું જોઈએ, ના કે શાસન કરવા માટે.

જેમ, આજે કરોડપતિઓ ચૂંટણી જીતી જાય છે આમ, આ લોકતંત્ર નહિ કરોડપતિ તંત્ર છે. આ પરિસ્થિતિમાં સામાન્ય લોકો ચુંટણી લડી જ શકતા નથી. તો આ તંત્ર પ્રજાનું કેવીરીતે થયું ? આ તંત્રને નીચેથી લઈને ઉપર જવું જોઈએ, તેના બદલે ઉપરથી નીચે આવી રહ્યું છે.

What Should Democracy Be Like 05

“લોકતંત્ર” લોકો દ્વારા પસંદ થયેલ પ્રતિનિધિઓ : લાંબા સમયથી રાજનીતિક પાર્ટીઓ લોકોના નામે ગેમ રમી રહી છે, આ કાર્ડ દેખાડી દીધું, તે કાર્ડ દેખાડી દીધું તો ક્યારેક ટ્રમ્પ કાર્ડ ખોલી નાખ્યું, બધા જ પ્રોફેશનલ ખેલાડીઓ છે…. રાજનીતિક ગેમ ક્યારેક એક પાર્ટી જીતે તો ક્યારેક બીજી પાર્ટી જીતે છે…. જેને જીતવી જોઈએ તેની વાત અહી થતી જ નથી, પ્રજા તો અહિયાં રમ્યા વિના જ હારી જાય છે. ગરીબ, લાચારનું પ્રતિનિધિત્વ કરોડપતિ બિઝનેસમેન, પાર્ષદ, એમએલએ થી લઈને સાંસદ સુધી કરે છે. જ્યારે લોકો સુધી તેનો સંવાદ પહોંચતો જ નથી, તો ગવર્નન્સ કઈ વાતનું ? જેમતેમ નિવેદનો કરવાને જ ગવર્નન્સ કેવી રીતે કહી શકાય?

અણુ શક્તિ, ચંદ્રયાન, બુલેટ ટ્રેન, સ્પેસ ટેકનોલોજી, સિક્યુરિટી કાઉન્સીલ વગેરે વગેરે…. જે પ્રજાની વાત કરે છે તેને જ દેશપ્રેમ અને જાતિવાદના નામ પર શોષિત કરે છે.

What Should Democracy Be Like 12

લોકતંત્રના અર્થને જો સાર્થક કરવું હોય તો, એક એવા વિકાસના મોડેલને અપનાવવું અનિવાર્ય છે જેમાં બધાને એક સમાન શિક્ષા, સ્વાસ્થ્ય, ઘંઘા-રોજગાર વગેરે ઉપલબ્ધ થાય તેવી નીતિનું નિર્માણ પ્રાથમિકતાથી થવી જોઈએ. આ બધું પ્રાપ્ત કરવા માટે પ્રજાએ પણ જાગૃત થવું પડશે. પોતાના અધિકારોની સાથોસાથ પોતાના કર્તવ્યો વિષે પણ જે સમાજ વિચારે છે એ જ સ્વસ્થ સમાજ અને લોકતંત્રનું નિર્માણ કરી શકે છે.

પિંજરાનું પંખી જુએ નભ તરફ, જો કોઈ ઉઘાડી દે મારું પાંજરું, તો હું પણ ઉડુ આઝાદીથી, કપાય છે પાંખ મારી બંધ પિંજરામાં, તરાપ મારે જાનવર, જો હું કાઢું માથું બાર પિંજરાથી, આઝાદી તો નિર્ભય હોય, જ્યાં હું રહી શકું નિર્ભય થઇ ને, ઉડી શકું હું ખુલ્લા ગગનમાં, વિના ડરે હું રહું મસ્ત, દેખાડું મારી નાદાની, જો હું થાઉં આઝાદ….

What Should Democracy Be Like 06

લોકતંત્રમાં પ્રજા ભય મુક્ત હોવી જોઈએ, તો પ્રશ્ન એ થાય કે ભય કેવો? ભીડથી અલગ વિચાર રાખવામાં રહેતો ભય, અલગ અભિપ્રાય કે વાત કહેવાનો ભય, પત્રકારોને પોતાનું કામ કરવાની, લેખકને પોતાની વાત લખવાની, કાર્ટૂનિસ્ટને કાર્ટુન બનાવવાની, કોણ શું ખાય છે, શું પહેરે છે, એ બધું જ વ્યક્તિગત હોવું જોઈએ, એવી આઝાદી હોવી જોઈએ. વધુ પડતા લોકો ભીડના નિર્ણયને લોકતંત્ર સમજે છે. લોકતંત્ર ભલે ને ગગન જેટલું વિશાળ હોય પરંતુ એકલા વ્યક્તિનો પણ વિચાર દબાવવો જોઈએ નહિ. કોઓપરેટીવ ફેડરલીઝમ વાત કરે છે પરંતુ અપર અને લોઅર હાઉસમાં સંવાદ વિના જ બીલ પાસ થઇ જાય છે. ખરીરીતે લોકતંત્રમાં સંવાદ થવો જોઈએ, સંવાદ માટે બધાને એક ડગલું આગળ આવવું પડે, સંવાદ એ જ કરી શકે જે પુર્વાગ્રહથી ગ્રસ્તના હોય. વાતચીતથી ઘણુંખરું બદલી શકે છે.

સ્વતંત્ર દિવસના ઉપલક્ષમાં આવો આપણે વચન લઈએ

  • હું એક આદર્શ નાગરિક બનીશ, બધા જ ભારતીયોને એક સમાન જોઇશ.
  • જાતિ, ધર્મ, લિંગના મતભેદોથી દુર રહીશ.
  • દેશના આર્થિક ઉત્થાનમાં ભાગીદાર બનીને સહયોગ આપીશ.
  • યોગ્ય સમયે વિવિધ કર અને ટેક્સ આપીશ, મારું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશ.
  • ભ્રષ્ટાચારથી દુર રહીશ, ભ્રષ્ટ આચરણ સહન કરીશ નહીં.
  • દેશના સંસાધનને નુકશાન કરીશ નહિ
  • દેશની આઝાદીનાં યોદ્ધાઓને યાદ કરીશ, તેમનું આચરણ અપનાવીશ.
  • દેશની ધરતીને સ્વચ્છ બનાવવામાં હું યોગદાન આપીશ.
  • સાચા અર્થમાં લોકોતંત્ર બનાવવા માટે હું મારા જન પ્રતિનિધિને જાતિ, ધર્મ ના આધારને બદલે તેના કામના આધારે ચુંટણીમાં પસંદ કરીશ.
What Should Democracy Be Like 08

લોકતંત્ર દોષરહિત હોવું જોઈએ. જેમાં પ્રજા પાસેથી એક-એક રૂપિયાનો હિસાબ માંગવામાં આવે છે, જ્યારે કરોડોના ચક્કર ચલાવીને ચાલ્યા જતાને કોઈ પૂછતું પણ નથી, રાજકીય પાર્ટીના દાનને છુપાવાના રસ્તા છે, ઉદ્યોગોને લોન માફ, ખેડૂતોને વ્યાજ પણ માફ થતા નથી ને તેઓ આત્મહત્યા કરવા મજબુર થાય છે. તો શું આપણે લોકતંત્રને મજબુત બનાવવા માટે દોષને દુર કરવા માટે પ્રયાસરત ન થવું જોઈએ? કેમ કે, લોકતંત્રની આ બિલ્ડીગમાં પ્રજારૂપી દરેક ઈટ મહત્વપૂર્ણ છે. આથી જ પ્રત્યેક વ્યક્તિએ પોતાના અધિકારથી વાકેફ રહેવું જોઈએ, જે આપણને આપણા સંવિધાનથી મળેલ છે.

આઝાદી સંસ્થા, વ્યક્તિ, વસ્તુ કે દેશના પ્રતિબંધોથી મુક્ત હોવાની સાથોસાથ આપણા વિચારોની સ્વછંદતા પણ છે. કેમ કે, ઘણાખરા લોકો બીજાના વિચારો અને સલાહને પોતાનો મત સમજી લે છે, જે તેમના પ્રાકૃતિક વિચારોને મારીને તે સલાહ આપનારની બાજુએ થઇ જાય છે, તો પછી ક્યા રહ્યો તમારો સ્વતંત્ર વિચાર અને ક્રિયાત્મકતા.

આપણા ઘરના દરેક સભ્યોના વિભિન્ન વિચારોના સન્માનથી શરુ થઇને દરેક દેશના વ્યક્તિગત અને સામાજીક નિર્ણયો સુધી પહોંચે છે “આઝાદી”

[/ihc-hide-content]

What Should Democracy Be Like 13

મિત્રો, અંતમાં બસ એટલું જ કે, જ્યારે રસ્તા પર તિરંગો વેચવાવાળા બાળકો ન જોવા મળે ત્યારે સમજ જો કે આપણે આઝાદ થઇ ગયા છીએ.

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments