ઝી અનમોલ સિનેમા એ દર્શકોને ખોટા ઓડીશન કોલ વિશે ચેતવણી આપી

7

ઝી અનમોલ સિનેમા એ દર્શકોને ખોટા ઓડીશન કોલ વિશે ચેતવણી આપી

મુંબઈ, 1લી એપ્રિલ, 2021: ઝી અનમોલ સિનેમાએ એક ચેતાવણીનું નિવેદન તેના દર્શકોને જાહેર કર્યું છે, જેમાં તેના નામથી એક ખોટા ઓડિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, એવું જાહેર કર્યું છે. કેટલાક પ્લેટફોર્મ પર અલગ-અલગ શહેરોમાં ટેલેન્ટ શોના ઓડિશનની ખોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, તે ઝી અનમોલ સિનેમા પર પ્રસારિત થશે. આ પ્રક્રિયાના ભાગરૂપે, તેઓ સ્પર્ધકો પાસે પહોંચી ગયા છે અને એક ટીવી રાઉન્ડ માટે તેમની પાસે નાણાકીય ટ્રાન્જેક્શન (20-25 હજાર પ્રતિ) કરાવીને દર્શકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ પ્રક્રિયામાં બ્રાન્ડના નામને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. કૃપા કરીને નોંધ લેશો કે, ઝી અનમોલ સિનેમા કોઈપણ રીતે કે કોઈપણ સ્વરૂપે આ ખોટી ઓડિશન પ્રક્રિયાની સાથે જોડાયેલી નથી. 

Zee Anmol Cinema
Zee Anmol Cinema

“અમારી જાણમાં આવ્યું છે કે, ઝી અનમોલ સિનેમા પર પ્રસારિત કરવાની ખોટી રજૂઆતના નામે ટેલેન્ટ રિયાલિટી શો માટેના કેટલાક ખોટા ઓડિશન કોલ ફરી રહ્યા છે. ઝી નેટવર્ક ચેનલ્સની સાથે જોડાયેલા કોઈપણ સ્પર્ધક/ઓડિશનની વિધીવત જાહેરાત અમારી ટીમ દ્વારા જ કરવામાં આવે છે, જે અમારી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર જ જોવા મળે છે. તો, અમે અમારા દર્શકોને જાગૃત રહેવા તથા કોઈપણ નોંધણી પહેલા બે વખત તથ્યોને ચકાસવા માટે વિનંતી કરીએ છીએ. જો તમારી પાસે આવા કોઈ ઓડિશન માટે ઓનલાઈન ફોન આવે કે પછી કોઈના દ્વારા ઓડિશન માટે સંપર્ક કરવામાં આવે તો, કૃપા કરીને સાવધાની રાખવા વિનંતી.” એમ ઝીલના વક્તાએ જણાવ્યું છે.

(આ સમાચાર લાઇફ કેર ટીમે સંપાદિત કર્યા નથી, તે સીધી એજન્સી ફીડથી પ્રકાશિત થાય છે.)

મિત્રો જો તમને આ પોસ્ટ ગમતી હોય, તો કૃપા કરીને નીચે આપેલ લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા પરિવાર, મિત્રો તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લેતા રહો

Comments