નોવેલ કોરોના વાયરસ (COVID-19)
- જિલ્લાના પ્રજાજજનોને આવશ્યક ચીજ વસ્તુઓમાં કોઇ પણ પ્રકારની અછત કે મુશ્કેલી ન પડે તેમજ સપ્લાય ચેઇન જળવાઇ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ
- આવશ્યક ચીજ વસ્તુઓની સંગ્રહ ખોરી, કાળા બજાર ન થાય અને વધારે ભાવ પ્રજાજનો પાસેથી ન લેવામાં આવે તે માટે તાલુકા-જિલ્લાકક્ષાએ અધિકારીઓની ઉભી કરાયેલી ટીમો દ્વારા સતત થઇ રહ્યું છે મોનીટરીગ
રાજપીપલા, રવિવાર : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા અને તેના પર નિયંત્રણ લાવવા નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ ૨૧ દિવસના લોકડાઉનના કારણે જિલ્લાના કોઇપણ વ્યક્તિને આવશ્યક ચીજ વસ્તુઓમાં મુશ્કેલી ન પડે તેની જિલ્લા પ્રશાસન દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે.

તદ્દઉપરાંત લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓ જિલ્લાવાસીઓને અનાજ-કરીયાણા, કઠોળ, શાકભાજી, દુધ અને મેડીકલ દવાઓની સાથે હોમ ડીલીવરીથી ચીજ વસ્તુઓ સમયસર મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા વેપારીઓની યાદી પણ જનતાને આપવામાં આવી છે. જિલ્લાના વેપારીઓ તેમજ બહારના વેપારીઓ સાથે સતત સંકલન કરીને કોઇ પણ પ્રકારની અછત કે મુશ્કેલી ન પડે તેમજ સપ્લાય ચેઇન જળવાઇ રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્ર પણ સજ્જ બન્યું છે, તથા સતત મોનીટરીંગ થઇ રહ્યું છે.

જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ નિયત કરાયેલા સમય દરમિયાન દુકાનો શરૂ અને બંધ થાય છે તેની સાથોસાથ આવશ્યક ચીજ વસ્તુઓની સંગ્રહ ખોરી , કાળા બજાર ન થાય અને વધારે ભાવ પ્રજાજનો પાસેથી ન લેવામાં આવે તે માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તાલુકા અને જિલ્લાકક્ષાએ અધિકારીઓની ઉભી કરાયેલી ટીમો દ્વારા સતત મોનીટરીગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ગ્રાહકો માટે Social distance જળવાઇ રહે તે માટે ગ્રાહકો અને દુકાનદારોને સુચના પણ આપાઇ છે.

વાજબી ભાવની દુકાનો ઉપરથી એપ્રિલ-૨૦૨૦ ના માસનો જથ્થો વિના મુલ્યે સરકારશ્રીએ જાહેરાત કરેલ છે, તે અંતર્ગત તમામ નિયત કરાયેલી દુકાનો પર એપ્રિલ માસનો જથ્થો પહોંચાડવવામાં આવી રહેલ છે, તેમજ આગામી મે માસ સુધી જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તમામ ગોડાઉનમા સ્ટોક રાખવામાં આવેલ છે. તેમજ જિલ્લાવાસીઓ પણ સાથ અને સહકાર આપતા હોવાની જાણકારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ તરફથી પ્રાપ્ત થઇ છે. આવશ્યક ચીજ વસ્તુઓ મળવા બાબતે કોઇપણ નાગરિકને કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો જિલ્લા કંટ્રોલરૂમ નં- ૧૦૭૭ અને ૨૨૪૦૦૧ પર સંપર્ક કરવા સાધવા તમામને અનુરોધ કરાયો છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની मुलकत लो तमज फूलो करो।