રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ૨૬ બહેનોને સંચા વિતરણ કાર્યક્રમ
જામનગર તા. ૨૨ જુલાઈ, રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા સંચા વિતરણ કાર્યક્રમ તથા સમાજ માટે વિશિષ્ઠ કામગીરી કરનારા વ્યક્તિઓનું સન્માન સમારોહ કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શહેરના ગાંધીનગર સ્થિત હનુમાનજીના મંદિરના પટાંગણમાં યોજાયો હતો.
- રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ૨૬ બહેનોને સંચા વિતરણ કાર્યક્રમ
- સમાજ માટે વિશિષ્ટ કામગીરી કરનારા વ્યક્તિઓનો સન્માન સમારોહ
- અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો
રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા બહેનોને સિવણની જરૂરી તાલીમ આપવામાં આવેલ હતી અને આ બહેનો આર્થિક પગભર થાય તે બદ્લ તેમને સંચા વિતરણ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે સમાજ માટે વિશિષ્ટ કામગીરી કરનારા સ્વ. હરિશચંદ્રસિંહ જાડેજા, સ્વ. દિલાવરસિંહ જાડેજા, સ્વ. મહોબતસિંહ જાડેજા, સ્વ. કિશોરસિંહ જાડેજા, સ્વ. ભરતસિંહ જાડેજાના પરિવારના સભ્યો તથા શ્રી પ્રવિણસિંહ રવુભા જાડેજાનું રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે રાજપુત સમાજના અગ્રણી અને પૂર્વ તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રવિણસિંહ જાડેજા દ્વારા રાજપુત સમાજનો જામનગર ખાતેનો ઇતિહાસ વર્ણવી ઉપસ્થિત રાજપુત સમાજની નવી પેઢીને આગળ આવી સમાજ પ્રત્યે કાર્યો કરવા જુસ્સો વધારવામાં આવ્યો હતો.
૨૬ બહેનોને વિનામુલ્યે ત્રણ માસની તાલીમ સમુહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી હર્ષાબા જાડેજા, શ્રી પ્રજ્ઞાબા સોઢાના સંચાલન હેઠળ આપવામાં આવેલ હતી.
આ તકે રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતિના શ્રી ભરતસિંહ જાડેજા, રાજવી પરિવારના કુંવર આદિત્યસિંહ જાડેજા, અગ્રણી ઉદ્યોગપતિશ્રી સરદારસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ગોવુભા જાડેજા, ધારાશાસ્ત્રીશ્રી નિર્મળસિંહ સરવૈયા, પૂર્વ મેયરશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજપુત યુવા સંઘના પ્રમુખશ્રી ડી.કે.જાડેજા, કોર્પોરેટરશ્રી જયેન્દ્રસિંહ ઝાલા,ધ્રોલ ભાજપ પ્રમુખશ્રી રાજભા જાડેજા, ડીસ્ટ્રીક બેંકના વાઈસ ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેનશ્રી દીલીપસિંહ જાડેજા, લાલપુર માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેનશ્રી કરણસિંહ જાડેજા, રાજપુત સમાજના અન્ય પુરૂષ તથા મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન રાજપુત શક્તિ માસિક મેગેજીનના શ્રી પ્રવિણસિંહ કે. જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પ્રવિણસિંહ જે જાડેજા, સંસ્થાના ખજાનચી શ્રી હીતુભા ચુડાસમા, ઉપપ્રમુખશ્રી પથુભા પરમાર, ગજુભા રાણા, રણજીતસિંહ જાડેજા, નિલેષસિંહ તથા અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી.
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.