સાણંદ તાલુકામાં વિધવા સહાય યોજના આપવા ની અનોખી ઝુંબેશ

વિધવા સહાય યોજનામાં સોંગદનામાથી લઇને નોટરી સુધીની તમામ પ્રકારની કામગીરી વિનાઃમુલ્યે કરવામાં આવી

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ગામડાની વિધવા અને નિરાધાર મહિલાઓ જેઓ સરકારશ્રીની વિધવા સહાય મેળવવાને પાત્ર હોવા છતા પૂરતી જાણકારી ન હોવાને કારણે અથવા પુરાવાઓ ભેગા કરી શકવાના અભાવે વિધવા સહાયથી વંચિત રહેતી વિધવા બહેનોને આ સહાય આપવા સાણંદ તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા એક અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત સાણંદ તાલુકના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા અત્યાર સુધી ૩,૫૦૦થી વધુ વિધવા સહાય યોજનાના ફોર્મ ભરવામાં આવ્યા છે.

Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 03
280

Get real time updates directly on you device, subscribe now.

સાણંદ તાલુકામાં વિધવા સહાય યોજના આપવા ની અનોખી ઝુંબેશ

Related Posts
1 of 298

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ગામડાની વિધવા અને નિરાધાર મહિલાઓ જેઓ સરકારશ્રીની વિધવા સહાય મેળવવાને પાત્ર હોવા છતા પૂરતી જાણકારી ન હોવાને કારણે અથવા પુરાવાઓ ભેગા કરી શકવાના અભાવે વિધવા સહાયથી વંચિત રહેતી વિધવા બહેનોને આ સહાય આપવા સાણંદ તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા એક અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત સાણંદ તાલુકના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા અત્યાર સુધી ૩,૫૦૦થી વધુ વિધવા સહાય યોજનાના ફોર્મ ભરવામાં આવ્યા છે.

  • સાણંદ તાલુકામાં સરકારશ્રીની વિધવા સહાય યોજના આપવા તલાટી કમ મંત્રી મંડળની અનોખી ઝુંબેશ
  • વિધવા સહાય યોજનામાં સોંગદનામાથી લઇને નોટરી સુધીની તમામ પ્રકારની કામગીરી વિનાઃમુલ્યે કરવામાં આવી
  • તલાટીઓએ ગામડાંઓમાં વિધવા સહાયને પાત્ર ઘરાવતી મહિલાઓના ઘરે-ઘરે જઇ સર્વે કર્યો અને ૩,૫૦૦ વિધવા સહાય ફોર્મ તૈયાર કર્યા
Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 01
Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 01

સરકારશ્રીની વિધવા પેશન સહાયમાં સુધારો થતા જે વિધવા બહેનોને ૨૧ વર્ષનો પુત્ર હોય અથવા ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તેને પણ વિધવા સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિધવા સહાય માટે અગાઉ દર મહિને ૧,૦૦૦ ચૂકવવામાં આવતા હતા. જેમાં રાજ્ય સરકારશ્રીએ વધારો કરીને હવે દર મહિને ૧,૨૫૦ રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે ગામડાની વિધવા મહિલાઓને વિવિધ પુરાવાઓ ભેગા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. સાણંદ તાલુકાના તલાટી કમ મંત્રી મંડળને આ બાબતની જાણ થતા તલાટી મંડળ કઇ રીતે વિધવા મહિલાઓને મદદરૂપ થઇ શકે તેના પર વિચાર-વિમર્શ અને જરૂરી ચર્ચાઓ કરી વિધવા મહિલાઓને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કઇ રીતે વિધવા સહાયનો લાભ મળી શકે તેના માટે ૫થી ૧૦ તલાટીઓની વિવિધ ટીમ બનાવવામાં આવી છે.

Also You like to read
1 of 112
Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 02
Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 02

ત્યારબાદ તલાટી કમ મંત્રી મંડળના સભ્યો દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી વિધવા બહેનોને વિધવા હોવા અંગેનો, વાષિક આવક અંગેનો તેમજ પુનઃલગ્ન ન કર્યા હોવાના અને પેઢી નામા સાથેનું એક સોંગદનામું તૈયાર કરવામાં આવ્યું. જેમાં વિધવા સહાયના ફોર્મની અંદર જ આવક અંગેનો દાખલો અને વિધવા હોવા અંગેના દાખલામાં તાલુકા વિકાસ અધિકારીએ અલગ પ્રમાણપત્રના બદલે ફોર્મમાં જ સહિ-સિક્કા આપવાની સહમતી આપતા વિધવા સહાયની કાર્ય વધારે સરળ બન્યું હતું.

 સ્ટેમ્પ ખરીદવા માટે તેમજ નોટરી માટે ગામડાંની વિધવાને પૂરતી જાણકારી ન હોવાને કારણે તાલુકા મથક પર અન્ય કોઇ વ્યક્તિને સાથે લાવવાની જરૂરિયાત ઊભી થતી હતી. જેના સંદર્ભે તલાટી કમ મંત્રી મંડળના તમામ તલાટીઓએ પોતાના ગામની વિધવા મહિલાઓનો સર્વે કરી, પોતાના ગામમાં રહેતી વિધવા સહાયને પાત્રતા ધરાવતી તમામ મહિલાઓના ઘરે-ઘરે જઇ સર્વે કરીને એક યાદી તૈયાર કરી હતી.

Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 03
Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 03

વિધવા સહાય માટેના સોંગદનામા બનાવવા માટે સોંગદનામા ટાઇપ કરી તલાટી કમ મંત્રી મંડળે પોતાના સર્વ ખર્ચે મોટાભાગના સોંગદનામા ફ્રેન્કિંગ કરાવી આપ્યા હતા. ૫થી ૧૦ તલાટીઓની ટીમ બનાવીને સ્થાનિક નોટરીઓનો સંપર્ક કરી ગામડાઓમાં કેમ્પ કરવામાં આવ્યા હતા. તલાટી કમ મંત્રી મંડળના સહયોગને કારણે નોટરીઓએ નોટરી પણ વિનાઃમુલ્યે કરી આપી હતી. આ અંતર્ગત  સાણંદ તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આશરે ૩,૫૦૦ વિધવા પેશન કેસો તૈયાર કરવામાં આવ્યા હતા, જેને મામલતદાર કચેરી સાણંદ ખાતે જમા કરાવવામાં આવ્યા છે.

સાણંદ તાલુકાના તલાટી કમ મંત્રી મડંળની સહારનીય કામગરી અંતર્ગત હવે વિધવા મહિલાઓને નોટરી, અન્ય દાખલાઓ કે ફોર્મ ભરવા માટે ગામપંચાયત સિવાય અન્ય કોઇ સ્થળે જવાની જરૂરિયાત ઉભી થતી નથી. (અહેવાલ : ગોપાલ મહેતા)

Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 04
Sanand Taluka Ma Vidhava Sahay Yojana Apava Ni Anokhi Jhumbes 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More