સુરત ખાતે ‘મહિલા સુરક્ષા દિન’ અંતર્ગત મહિલા સશકિતકરણ રેલી
સુરત, ગુરૂવાર : આજે મહિલાઓ દરેકક્ષેત્રમાં પુરૂષ સમોવડી બનીને આગળ વધી રહી છે. ખાસ કરીને પોલિસ વિભાગમાં મહિલાઓને ૩૩ ટકા અનામતના નિર્ણય બાદ હજારો મહિલાઓ પોલિસમાં ભરતીથઈ પોતાનું સ્વપ્ન સાકાર કરી રહી છે. રાજય સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં મહિલાઓને માર્ગદર્શન મળી રહે તેવા આશયથી મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે તા.૧લી ઓગષ્ટના રોજ સુરત પોલિસ વિભાગ તથા સુરક્ષાસેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે ‘મહિલા સુરક્ષા દિન’ની ઉજવણી કરવામાં આવી હતી.

- મહિલા સશકિતકરણ પખવાડીયું-૨૦૧૯
- સુરત ખાતે ‘મહિલા સુરક્ષા દિન’ અંતર્ગત મહિલા સશકિતકરણ રેલી યોજાઈ
- મેયર તથા પોલિસ કમિશનરના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
- કાયદાનું જ્ઞાન મેળવો, નિર્ભય બનો, બેટી બચાવો બેટી પઢાઓના નારાઓ સાથે રેલી યોજાઈ

મહિલા સુરક્ષા દિન નિમિત્તે આયોજીત ભવ્ય રેલીનું સુરતના મેયરશ્રી જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રીમતિ સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મહિલાઓએ કાયદાનું જ્ઞાન મેળવો, નિર્ભય બનો, બેટી બચાવો બેટી પઢાઓના નારાઓ સાથેના વિવિધ સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરીથી શરૂ થઈ અઠવાગેટ રીટર્ન થઈ પો.કમિશનર કચેરી ખાતે સમાપન થયું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્કુલ, કોલેજ, એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓ, હોમગાર્ડ અને મહિલા પોલીસ અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા.
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.